વિચાર વિસ્તાર-1



    1.ત્રણ વાના મુજને મળ્યાં, હૈયું, મસ્તક અને હાથ
     
બહુ દઇ દીધું નાથ! જા, ચોથું નથી માંગવુ.  
ઉમાશંકર જોશી
            ઉમાશંકર જોશી જેવા કવિ પાસેથી આટલી સરળ રચના કદી જોવા ના મળે પણ જેમ વધુ વિચારીયે તેમ સમજાય કે આ સાવ સરળ પંક્તિઓ માણસ જાતની ઉત્તમતાને બહુ સહજ રીતે વર્ણવી
પ્રભુનું સંતાન તે હોવાની પ્રભુને જાણ કરી દે છે. ભગવાન અને શયતાન માટે આદમ કદાચ એક પ્રયોગાત્મક સાધન હતું ભગવાને તેને હાથ દીધા ઉદ્યમ કરી જીવન નિર્વાહ કરવા, આવનારી આફતોથી માર્ગ કાઢવા મસ્ત્ક અને તે દ્વારા નિર્ણય શક્તિ આપી અને હૈયુ આપ્યુ સંવેદનાઓને ઝીલવા માટે જા ચોથુ નથી માંગવુ કહેતો આદમ ખરેખર સંતોષી અને સ્વનિર્ભર પ્રભુ સંતાન માણસ હતો.
શયતાનને પ્રભુનું કોઇ પણ સર્જન ક્યાં ગમે? તેને તોડવા અને મચોડવા તે સતત મથે તેથી શયતાને તેને બુધ્ધી-દલીલ શક્તી અને જે છે તેના કરતા વધુ માટે માનસ તેનો અધિકારી છે તેવો અસંતોષ ભરેલું મન આપ્યુજુઓ કવિ કહે છે તેમ સંતોની જેમ સંતોષી જીવન જીવતા અહીં માણસો કરતા લાવ લાવ કરતા અતૃપ્ત અને અસંતોષી શયતાનને સંતતી તમને વધુ જોવા મળશે. ખૈર! એ વાત જુદી છે કે એ આસવનો નશો એટલો જલદ છે કે છ ફુટની એ કાયાને જેને અંતે રાખ થવાનુ છે તેને જ્યારે પણ જેટલું મળે તે ઓછુ જ પડે.. અને નફ્ફટ સંતાનની જેમ પ્રભુ ન્યાય્માં ઉણપો ખોડ ખાંપણો કાઢ્યા કરે.
---------------------------------------------------------------------------------------------------
  
 2.અણુબોંબનાં કુંડામાં વાવ્યું હતું એક ગુલાબ,
  હજી સુધી એ કુંડા એ કોઇ આપ્યો નથી જવાબ.

ઉર્મીગીતોનાં કવિ અનિલ જોશી પાસેથી જ આવો વિચાર મળી શકે.ત્રીજા વિશ્વયુધ્ધનાં ઓળા ઉતરતા દેખાતા હોય અને અણુશસ્ત્રો હોવા એક જરુરીયાત લ્લગતી હોય તેવા વૈશ્વિક કુવિચારોની દોડમાં અણુબોંબને કુંડુ સમજી તેમા ગુલાબ રોપે તે ખરેખર નવિન વિચાર છે અને પાછો તે અણુબોંબનાં કુંડાએ હજી જવાબ નથી આપ્યો કહી કવિ વાસ્તવિકતામાં શોધી રહ્યાં છે કે માનવ જાતી આ પતનમાંથી બહાર નીકળી શકશે કે નહી તે તો ખબર નથી પણ આશાવાદ સેવે છે કે ક્યારેક ગુલાબ ત્યાં ઉગશે. કોઇ પણ બુધ્ધીશાળી માણસ એમ જરુર કહેશે કે અણુ શસ્ત્રોની દોડ એટલે જાતે મૃત્યુને આમંત્રણ. જાપાનનાં હીરોશીમા પર પડેલા અણુ બોંબ કરતા હજાર ગણા બોંબ બનાવી અને બીજાને ડરાવવાની સ્પર્ધામાંથી પાછા વળો અને માનવ ઉત્થાનની દિશા પકડાય તો જ તે કુંડુ ગુલાબ જન્માવે અને કવિ તે જવાબ ની આશ લગાવી બેઠા છે શું એ આશા ક્યારેક તો ફળશેને
3.સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

                                                   -હિમાંશુ ભટ્ટ (ડલાસ)
કેટલી સાચી વાત!
પ્રેમ પ્રદર્શનનાં પ્રકારો બદલાય..પ્રથમ પ્રેમ જે આવેગ અને ઉન્માદ સભર હોય તે સમય જતા ઝરણું જેમ નદી અને પછી મહાનદી બની સમુદ્રને મળે તે દરેક તબક્કનો ફેર ગંગોત્રી થી શરુ થયેલ ગંગા જ્યારે સમુદ્ર પાસે મળે તે જોતા ખબર પડે.પ્રેમ એ કદી પ્રમેય નથી કે જેને વારંવાર સાબિત કરવો પડે પણ પ્રેમ માવજ્ત માંગતો છોડ જરુર છે અને તેથી જ લાગણી સાથે જ્યારે સમજણ મળે ત્યારે થોડીક ગંભીરતા જરુર ભળે.તેના પોતના માન અને અરમાન જુદા છે તેથી જ તો દરેક મહેફિલો ( પ્રસંગો)માં તેનો તકાજો અલગ છે.
--------------------------------------------------------------------------------------------------------------------------------

4. સફળતા જિંદગીની હસ્ત રેખામાં નથી હોતી
ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી

કહે છે ને કે સફળતા ઘણી બધી નિષ્ફળતાઓને વર્યા પછી મળતી હોય છે. તેનો અર્થ એવો નથી કે દરેક સફળતા ને બહુ વાર નિષ્ફળ થવું પડે. અહીં ખંતથી નિર્ધારીત રસ્તે મથ્યા કરતા દરેક્ને સફળતા વરતી હોય છે સ્કુલમાં શીખેલી વાત અત્રે ફરી યાદ કરું તો તે કરોળીયાને સીધી સપાટ ભીંત ઉપર ચઢવુ હતુ અને સહેજ ઉંચે ચઢે ને પછડાય પણ ખંતીલો એવો કે લીધુ કામ પુરુ કરીને છોડે તેથી દસેક વાર પછડાય પછી ઉપર માળામાં બેઠેલી ચકલી બોલી- રહેવાદો કરોળીયા ભાઇ પછડાયા કરવાને બદલે બીજી જગ્યા શોધો. તે તો આટલુ કહી ચણ ચણવા જતી રહી. સાંજે પાછી આવી ત્યારે કરોળીયા ભાઇ તો તેના માળાથી પણ કેટલેય ઉપર બેઠા હતા. ચકલી ભાઇને જવાબ દેતા તે બોલ્યો- દરેક વખતે પછ્ડાઇને પણ હું જોતો હતો કે ભીંત ક્યાં ખરબચડી છે અને તે દર્ક પ્રયત્નો પછી હવે મને ઉપર ચઢવા નો રસ્તો મળી ગયો.
પણ અહિ કવિ બીજી વાત પણ કરે છે હસ્તરેખાની લક્ષ્મી રેખા અને ઘર નાં નકશામાં રહેલ રેખાઓમાં ખરુ ધન કે ઘર નથી. તેને અવતરીત કરવા શ્રમ કરવો પડે છે તેથી ભાગ્યને ભરોંસે ના બેસી રહેવાય.તેથી જ કહ્યું છે ને કે સિધ્ધિ તેને જઇ વરે જે પરસેવે નહાય.
------------------------------------------------------------------------------------------------------------------------

5. ઉછળતા દરિયાની જેમ
  કરીશ નહીં પ્રેમ
  કે ઓટ પછી જીરવાશે કેમ?

પ્રેમ નો ઉન્માદ અને મિલનની ક્ષણોમાં ચાલતી ગુફ્તેગુમાં વાસંતી ટહુકાઓ અને ખળખળ વહેતા ઝરણાઓ નાંસંગીત જેવો ઉભરાતો અને મદમસ્ત ઉછળતા દરિયા જેવા પ્રેમ થી ડરતા પ્રેમીની આ વેદના છે કે કોઇક ભગ્ન હ્રદયી પ્રેમીનો ચીત્કારજે હોય તે પણ એક વાત સ્પષ્ટ છે પ્રેમમાં ડરને કોઇ સ્થાન હોતુ નથી અને જે ડરે છે તે પ્રેમ નથી કરી શકતા. પ્રેમ માં પડ્યા પછી કાલે ઓટ આવશે તો શું એવુ વિચારનારા વેપારી કદી પ્રેમ કરતા નથી. પ્રેમ એ સોદો નથી.
પ્રેમ એટલે...................


જ્યાં મારુ તારુતારુ મારુ કંઇ જ ના રહે
જ્યાં લાવ લાવ નહિ લે લે ની વાત રહે
બાકી સૌ મગજની બીમારી
વધુ તો શું કહુ સખી?
6. અંધા હે વો દેશ જહા આદિત્ય નહીં,
   મુડદા હે વો દેશ જહા સાહિત્ય નહીં

જાગ્રુતિનાં બ્લોગ ઉપર થી મળેલો આ વિચાર અતિ સુંદર છે. કારણ સાહિત્ય એ સંસ્કારી પ્રજાની નિશાની છે. સાહિત્યને તળપદી ભાષામાં કહીયે તો જે સૌનું હિત જુએ તે સાહિત્ય.ભારતની બધી ભાષાઓમાં સંસ્કાર સ્વરુપે બહુ ખેડાયેલી ભાષામાં ગુર્જરી ભાષા કદાચ પ્રથમ દસમાં આવતી હશે. પરંતુ વૈશ્વિક સ્તરે તો એ કયા નંબરે બેઠી છે તે અંદાજ કાઢવો કદાચ સંશોધનનો વિષય હશે. આ અધ:પતનને બે જ રીતે રોકી શકાય. એક તેનો વ્યાપ વધારીને અને બે તેમા જે ગૌરવ અને ખમીર છે તે બહાર આણીને. અંગ્રેજી ભાષાનુ વૈશ્વિક ચલણ રહેવાનાં ઘણાં કારણોમાંનુ એક કારણ એ પણ છેકે તેમનુ સાહિત્ય લગભગ દુનિયાની દરેક ભાષામાં અનુવાદીત થયેલું છે. ઉદાહરણ તરીકે શેક્સ્પીયર નાં નાટકો.

7. જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક
   ફુગ્ગો ફુટતા વાયરે ભળીજાય થૈ મૂક.

સાવ સીધી સાદી ઘટના ફુગ્ગો ફુલ્યો અને ફુટી ગયો.
આ વાત ને જીવન સાથે સાંકળી શકે તેવો ઉર્મિશીલ કવિ અનીલ જોશીની આ પંક્તિ બહું ઉંચી રીતે વ્યક્ત કરી છે. જિંદગી બસ એક ફુગ્ગો જેમાં જ્યાં સુધી હવા છે ત્યાં સુધી તેનુ ઉર્ધ્વગમન અને તરલતા. જેવી મૃત્યુની ઠેસ વાગી અને હવા થૈ ગઇ મૂક.
આ એવી પંક્તિ છે જે વાંચતાજ મનને ચૉટ વાગે અને તત્વજ્ઞાન જાગે. જિંદગીની ક્ષુલ્લકતા, ક્ષણ ભંગૂરતા સમજાઇ જાય.


8. ચૌટામાં લૂંટાણી મહારાણી ગુજરાતી વાણી
   જાણી તેનુ દુ:ખ ઘણો દિલગીર દિલ છું
   કહે દલપતરામ રાજ અધિરાજ સુણો
   રુડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું

કવિ દલપતરામનો અંગ્રેજી શાસન દરમ્યાન નો આ પૂણ્ય પ્રકોપ વ્યાજબી હતો. આજે તો આપણું રાજ્ય છે અને તેમાં તરલતા અને આધુનીકતાનાં નામે વૈશ્વીક વિકાસનાં નામે ગુજરાતી વાણીનાં ચીર હરણ જોઇને મન ગ્લાનીથી ભરાઇ જાય છે. વધુ દુ:ખ તો એ વાતનુ છે કે જનસમાજમાં એ સામાન્ય થઇ ગયુ છે કે કેટલાક અંગ્રેજી શબ્દનો વિકલ્પ નથી અને જો તે શબ્દો વાપરીયે તો સાંભળનારાને તમે પછાત છો તેવુ લાગે છે.જરા શાંત મનથી વિચારશો તો સમજાશે કે પરદેશી ભાષાઓનાં આક્રમણ સામે ગુજરાતી ટકી નથી શકી તેનુ કારણ પરદેશી ભાષાઓની શક્તિ ઉપરાંત આપણી ભાષા માટેની આપણી લાગણીઓ નબળી તે મોટુ કારણ છે. અહિ મારો કોઇ એવો પ્રયત્ન નથી કે ભદ્રંભદ્રીય ભાષા બોલાવી જોઇએ પરંતુ બીન જરુરી ગુજરેજી આપણા બાળકોને શીખવાડી આપNeણે જ આપણી માતૃભાષાને નબળી નથી પાડતા?


9. ચાહ્યું હતુ એ જીવનનું ઘડતર ન થઇ શક્યું
  એક રણ હતું એ રણનુ સરોવર ન થઇ શક્યું

ચાહત એજ મુખ્ય દુ:ખનુ કારણ છે. વિધાતાની ચાહત અને માણસની ચાહત એ બે જો એક હોય તો સુખનો અનુભવ અને તે બે જેમ જેમ જુદા પડે તેમ તેમ દુ:ખનો અનુભવ તે તો સૌનો જાણીતો અનુભવ છેજ. ધાર્યુ કામ મળ્યું તો સુખ ધાર્યા કરતા વધુ કામ મળ્યુ તો વધુ સુખ અને ધારેલ કામ ન મળ્યુ તો દુ:ખ નં ઢગલાઘણી વખત ધારણા પણ ખોટી નીકળે જેવીકે રણ માં સરોવર બનાવવાની.. અરે ભાઇ તે ના બને તે ના જ બને.ઘણા સબંધો જ્યાં સુધી ના અજમાવો ત્યાં સુધીજ સારા કેમકે જ્યાં સુધી ના અજ્માવ્યાં હોય ત્યાં સુધી તે અંગેનો ભ્રમ હયાત હોય જે સુખકારક હોય પણ હળાહળ કળયુગ ની બલી હારી તો જુઓ જેવો તે સબંધ અજમાવ્યો નથી ને તરત જ તેની પોકળતા દેખાય જ


10. હું શિખ્યો છું આ પથ્થર પાસથી;
     કેમ બની શકાય પરમેશ્વર !
     ને મળી શિક્ષા પરમેશ્વર પાસથી;
     પુજાવા થવું પડે છે પથ્થર !

મુર્તિ પૂજાની વાતો કરતા લગભગ્ સમગ્ર ધર્મનાં મોવડીને સીધી સાદી ભાષામાં સમજાવતી બે પંક્તિને આગળ વધારવી હોય તો એવુ કહેવાય..કે પુજાવાનું રહેવાદો પણ પૂજનીય થવા તેઓ એ જે કર્યુ તેવુ કરવા સક્રિય થાઓ..કૃષ્ણે તે સમયનું શ્રેષ્ઠ કામ કર્યુ..મિત્ર અને પરમ સખા અર્જુનને કર્મ જ્ઞાન દીધું..રામે પોતાના વર્તન દ્વારા રામ રાજ્યની કલ્પના સાકાર કરી. શિવ શંભુએ હળાહળ ઝેર પીધુ..આજના જમાનાની વાત કરીયે તો ગાંધીએ સ્વરાજ્યની કલ્પના મૂર્તિમંત કરી. ડો અબ્દુલ કલામ આઝાદે સુઘડ જીવન અને ઉચ્ચ વિચારોમો દાખલો સ્થાપ્યો. મધર ટેરેસાએ ગરીબોની આજીવન સેવા કરી. રાજનીતિજ્ઞ અલ ગોર પરિ આવરણ સમસ્યાથી જેટલા પ્રખ્યાત થયા તેટલા તેમની રાજ્કીય કારકીર્દીથી નહોંતા થયા
કામ કરનારા ગરજતા નથી અને જે ગરજે છે તે કામ કરતા નથી.


11. તને તારુ ધારેલ સ્વર્ગ મળે
     કે તું જે પામે તે સ્વર્ગ બને
ખુબ ઘુંટાઈને આવેલ આ આશિર્વચન કે શુભેચ્છામાં લેખક જીવનની સચ્ચાઈ અને જીવન જીવવાનો રસ્તો બતાવી જાય છે. જો સુખી થવુ હોય તો કોઈ પણ જાતની ફરિયાદ વિના જે મળ્યુ તે પ્રભુ પ્રસાદ સમજી જીવી જાવ અથવા અનુકુલન શક્તિ વિકસાવી જે મળ્યુ તે સ્વર્ગ બનાવીને જીવ્યે જાવ. જે જીવનને ઊત્તમ કાર્યો કરવા માટે પ્રભુએ ચીંધેલ રસ્તે ચાલે છે અને સંતોષથી જીવે છે તેને કદી આધિ વ્યાધિ કે ઊપધિ આવતી નથી કારણ્ કે તેઓને જે પામ્યા તેને સ્વર્ગ બનાવતા આવડે છે.

12. આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
    રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.
                                   -વિવેક મનહર ટેલર
ડો વિવેક ૧૯૯૫નાં કોઇક કઠીન તબક્કામાં સાવ સીધા શબ્દોમાં અર્થ અને રક્તનાં તાણા વાણાની વાત કહી ગયા.. .પૈસા આપીને સગાનું સગપણ ખોયુ, કદાચ તે પહેલો અને સ્થુળ અર્થ પહેલી નજરે દેખાય પણ કોઇકે સાચુ જ કહ્યુ છે.
શુન્ય વધ્યા અને વધ્યા અંતરાળ..
જુઓ કરોડપતિઓને તેઓને ત્યાં જેમ પૈસા વધે તેમ તાળા વધે.. આ તાળા શાનુ પ્રતિક છે? અવિશ્વાસનું કે સુરક્ષાનુ?
 જો સામાન્ય જનસમાજ કરતા ઓછો પૈસો હોય તો પણ દુઃખ અને વધાર પૈસો હોય તો પણ દુઃખ્..જેમ પૈસો વધે તેમ તેને ખોવાનો ભય પણ વધે અને તેથી જ તો સુખી માણસની વ્યાખ્યા કોઇકને પુછી તો કહ્યું
સુખી તે જ જેની પાસે કોઇ ચાવી ન હોય્..
પરંતુ વેદના ત્યારે વધુ થાય જ્યારે રક્તનો સંબંધ લક્ષ્મી પાસે પાતળો પડે.. અને તે અર્થ સાચા સ્વરુપે વ્યાજ અને વટાવના વેઢા ગણે. છુટા છેડા તેનુ વિકૃત સ્વરુપ્ અર્થના કારણે પકડે કે ઓછી નાણાકીય સંપતિ ને કારણે વૃધ્ધ મા બાપ છોકરાને ત્યાંથી ઘરડા ઘરે ઠેલાય કે ભાઈ ભાઈથી કૌટુંબીક હક્કો ઓળવાય કે દિકરી સાસરેથી પાછી હડસેલાય….
બહુ દુઃખ સાથે કહેવુ પડે છે કે
લોહીનાં સબંધો ફક્ત આપત્તિના સમયે જ ઉછાળો મારે
પણ અર્થનાં સબંધો કાયમ એક યા બીજા પ્રકારે ઉછળે


13. મારી ન્યૂનતા ના નડી તને
    તારી પૂર્ણતા ગૈ અડી મને

-ઉમાશંકર જોષી
પ્રભુ અને માનવ વચ્ચેની આ વાત સ્વયં સંપુર્ણ છે
માનવ કહે છે મારામાં અપૂર્ણતા ઘણી છે અને વારંવાર હું મદ અને પ્રમાદ કરીને વ્યક્ત કરતો જ હોઉં છું, પણ હે પરમ પિતા તમે ક્યારેય એ ઉછાંછળાપણાને ધ્યાનમાં નથી લીધું.
પણ હે પ્રભુ તમારુ સંપૂર્ણપણુ મને કાયમ જ જોઈતુ હોય છે. લાયકાત હોય કે ના હોય..તમારું સંતાન હોવાનાં નાતે કે સર્વોપરી પોતાની જાતને માનવા માટે તમારી પુર્ણતાની જલન જરુર મને થાય છે.


8 comments:

  1. Sir/Mam,
    હજી વધારે નવા વિચાર-વિસ્તાર મૂકજો. ખૂબ સરસ છે. ક્રુપા કરી બને તેટલુ જલ્દીથી મૂકશોજી. જેમ કે;"ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ; ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ."

    ReplyDelete
  2. ન્યાય નીતિ સહુ ગરીબને મોટાને સહુ માફ વાઘે માર્યું માનવી એમાં શો ઇન્સાફ

    ReplyDelete

  3. ન હિાંદ નીકળ્યા, ન મ સલમાન નીકળ્યા,
    કબરો ઉઘાડીનેજોય ાં તો ઈન્સાન નીકળ્યા.

    Plz add this

    ReplyDelete
  4. બહુજ તેજ દિમાગ જોઇએ
    ભૂલો ગોતવા માટે
    પરંતુ એક સુન્દર દિલ હોવું જોઇયે
    ભૂલ કાબુલ કરવા માટે 🙂

    ReplyDelete
  5. અખા ભગતના છપાય નો અર્થ વિસ્તાર મૂકો તો કેવું સરસ રહેશે

    ReplyDelete
  6. આ વિશ્વ માટે એક સત્તાવાર પ્રકાશ સંદેશ છે
    નોંધ: ત્યાં કોઈ માનવીય સરખામણી નથી અને ઈલુમિનાટી કોઈ નોંધણી ફી પણ વસૂલતી નથી.
    તમે મંદિરના પ્રતિનિધિનો WhatsApp દ્વારા સંપર્ક કરી શકો છો: +1(757)354-3107

    શું તમે ઉદ્યોગપતિ, રાજકારણી, સંગીતકાર છો? તમે સમૃદ્ધ બનવા માંગો છો

    પ્રખ્યાત, જીવનમાં મજબૂત, ઇલુમિનેટી ભાઈચારો સંપ્રદાયમાં જોડાઓ

    આજે અને તમારી પાસે એક સમૃદ્ધ ત્વરિત રકમ છે. અઠવાડિયામાં $1 મિલિયન અને મફત

    કાર તમે આ દુનિયામાં રહેવા માટે પસંદ કરો છો અને $ કમાવી શકો છો

    નવું જીવન શરૂ કરવા માટે તમારા લાભ તરીકે 1,000,000.

    અમારા ભાગીદારોનો સંપર્ક કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષની હોવી જોઈએ.
    ઈમેલ: illuminatisocietyorder2013@gmail.com WhatsApp નંબર +1(757)354-3107

    ReplyDelete