વીણેલાં મોતી

વીણેલાં મોતી


• એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે ,એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે!
• 
સ્મરણ કરવું આપના હાથની વાત છે અને જીવન મરણ પ્રભુના હાથની વાત છે!
• 
લાકડાનો અગ્નિ લાકડાને બળે છે ,તેમ દેહમાનો અગ્નિ દેહને બાળે છે!
• 
આજના સુરજને આવતી કાલનાં વાદળ પાછળ છૂપાવવો તેનું નામ ચિંતા!
• 
સ્વતંત્ર થાઓ પણ સ્વછંદી ના થાઓ ,કરકસર કરો પણ કંજુસાઈ ના કરો,
• 
ઉદાર બનો પણ ઉડાઉ ના બનો, નમ્ર બનો પણ નમાલા ના બનો!
• 
કપડા ભલે જીર્ણ પહેરો પણ દિલ કદી ફાટેલું રાખતા નહિ!
• 
સ્વ માટે પ્રાથીએ તે તો માત્ર યાચના છે, સૌ માટે યાચીએ તે સાચી પ્રાર્થના છે!
• 
પ્રાર્થના આત્માનો ખોરાક છે!
• 
નમ્રતા વિનાનો માણસ પાણી વગરની નદી જેવો છે!
• 
જેની આંખોમાં અમી તેને દુનિયા ગમી, જેની વાણીમાં અમી તેને દુનિયા નમી!
• 
જીવનનો આધાર વાણી અને પાણી પર છે!
• 
ઈચ્છા દુખની માં છે!
• 
ઉપવાસ તૂટે તો વાંધો નહિ , કોઈનું દિલ ના તૂટવું જોઈએ!
• 
માણસ જન્મે ત્યારે ઝભલાને ખીંચું નથી હોતુંમાણસ મરે ત્યારે કફનને ખીંચું નથી હોતું!
• 
અનુભવ મેળવવા કરતા અનુભવ મેળવીને જીવવું સારું છે!
• 
ચારિત્ર એટલે સારી ટેવ ,સારી ટેવ પાડવાથી જીવન સુંદર અને સુઘડ બને છે!
• 
સાચી સુંદરતા હૃદયની આંખો દ્વારા   જોઈ શકાય છે!
• 
સાચી સુંદરતા કોમળતામાં છે અને કોમળતા અલંકારને વહી સકતી નથી!
• 
ક્ષમા આપવી સારી બાબત છે પણ, તેને ભૂલી જવું તેનાથી વધુ સારી વાત છે!
• 
શરમ કરતા ભાઈબંધી વધારે કીમતી છે , તેને ટકાવવા શરમનો દુરોપયોગ ના કરવો જોઈએ!
• 
જીવન છે તો મુશ્કેલી છે અને મુશ્કેલી છે તોજ જીવનની કીમત છે!
• 
જીવનન મુખ્ય ચાર સુખ છે:પહેલું સુખ જાતે નર્યા, બીજું સુખ ઘેર દીકરા,ત્રીજું સુખ કોઠીએ જાર, ચોથું સુખ સુલક્ષણા નાર!
• 
દુખના બે પ્રકાર છે: કર્મ અનુસારનું આવી પડતું દુખ અને બીજું બીજાના સુખની સરખામણીથી થતું દુખ!
• 
જાગતાની સાથે મરણનું સ્મરણ કરો જીવનનું મહત્વ સમજાશે!
• 
મને એજ સમજાતું નથી કે શાને આવું થાય છે, ફૂલડાં ડૂબી જતાને પથરા તારી જાય છે!
• 
છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહયલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે!
• 
ગરીબો શ્રીમંતોની નફરત કરતા હોય છે, તેમ છતાં તે શ્રીમંત બનવા પ્રયત્ન
• 
કરતા હોય છે!
• 
તિલક કરતા ત્રેપન ગયા,જપમાલાના નાકા ગયા, ચાલી ચાલી થાક્યા ચરણ તોય ના પહોંચ્યા હરિના શરણ

·  ભુલો સુધારવાથી અનુભવ વધે છે અને અનુભવ વધવાથી ભુલો ઘટે છે
·  દરેકને પોતાનું નામ વાંચવાની ટેવ પહેલા હોય છે અને પોતાનો ફોટો પહેલો જોવાની પણ ઇંતેજારી હોય છે.


No comments:

Post a Comment