વિચાર વિસ્તાર-૨



13. મારી ન્યૂનતા ના નડી તને
    તારી પૂર્ણતા ગૈ અડી મને
-ઉમાશંકર જોષી
પ્રભુ અને માનવ વચ્ચેની આ વાત સ્વયં સંપુર્ણ છે
માનવ કહે છે મારામાં અપૂર્ણતા ઘણી છે અને વારંવાર હું મદ અને પ્રમાદ કરીને વ્યક્ત કરતો જ હોઉં છું, પણ હે પરમ પિતા તમે ક્યારેય એ ઉછાંછળાપણાને ધ્યાનમાં નથી લીધું.
પણ હે પ્રભુ તમારુ સંપૂર્ણપણુ મને કાયમ જ જોઈતુ હોય છે. લાયકાત હોય કે ના હોય..તમારું સંતાન હોવાનાં નાતે કે સર્વોપરી પોતાની જાતને માનવા માટે તમારી પુર્ણતાની જલન જરુર મને થાય છે.

14. મેં તો વેશ્યાના હાથને સીતાનું છૂદણું દીધું.
     મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું.

અનિલ જોશીની આ કવિતા મારી દ્ર્ષ્ટીએ અફલાતુન છે.. જે સ્ત્રીને સમાજ ધીક્કરે છે..( એની મજબુરીને સમજવાને બદલે.).સમાજની નાતમાંથી બહાર  તગડે છે ત્યારે કવિ ને દયા ઉપજે છે..સીતાની મજબુરી, ને સમાજની બહાર હઠાવી ..રાજ્ય-રાણી જંગલમાં જઈ વસે!! એ સ્ત્રીના છૂંદણા આપણે પારખી નથી શકતા.આ કવિ પારખી શક્યો છે. 
તુલસી  તો એક એવી પવિત્ર વસ્તું છે કે એ જ્યાં ભળે -મળે તે વસ્તું પણ અ પવિત્ર બની જાય! બિયર પણ દિયર બને!  કવિ એ પણ કહેવા માંગતો હોય કે આંડબરીઓ ધર્મને નામે આવા ચેન -ચાળા  ન કરે!!
વિશ્વદિપ બરાડ
15. ક્યારેક જિંદગી આપે ઘણું, ને શીખવાડે ના કશુ
    ક્યારેક જિંદગી લઈ લે ઘણું, ને દેખાડે ના તસુ
    સાનમાં સમજ મનવા તુ, તો ચોકીદાર  ઠાલો
    જિંદગીમાં તો બેવફા, મૃત્યુ જ કહેશે અંતે બધુ

કમળ પત્રનો રસ ચુસતો મકરંદ જેમ ઢળતી સંધ્યાએ બંધ કમળ પત્રોમાં કેદ થાય તેમ ઓ  માનવ જિંદગીનાં રસ પીવામાં મગ્ન ન થા. દેહ એ વિલાસનું માધ્યમ નથી.  દેહ દ્વારા ભવબંધન કાપવામાં વ્યસ્ત થા નહિ તો જેમ ભ્રમર કમલ પત્રોમાં કેદ થાય છે તેમ આ ભવછુટી જશે અને ભવાટ્વીનાં ફેરામા ફરી ભટકાઈ જશે.
16. કહેવાથી જો શમી જતુ હોત આ ચિંતાનુ વન તો કેટલુ સારુ.
    આંખ મીંચતા જ અટકી જતુ હોત તોફાનીરણ તો કેટલુ સારુ.
    તુજશા સર્જનને ઉત્સર્જન સમજી ભુલાતુ હોત તો કેટલુ સારુ.
    ડોલર કેરા આ સ્ટીમરોલરને રોકી શક્યો હોત તો કેટલુ સારુ.

  અમેરીકા એ સર્જ્યુ છે ડોલરનું સ્ટીમ રોલર જે ભૌતિક ચકાચૌંધ વધારીને દરેકે દરેક પાસેથી ક્યારેક થોડું તો કયારેક વધારે કઢાવી લે છે.  ઘણી વખત આપનારો ઘેનમાં હોય છે કાંતો તેને ખબર જ નથી હોતી કે તે શું આપી રહ્યો છે. સંસ્કાર,માન અને આદર ડોલરની સામે ફીક્કા પડે ત્યારે  કે સંસ્કૃતિનુ અવમુલ્યન અહીની સગવડીયા વાતોથી જોવા મળે તે વલવલાટ અત્રે પ્રસ્તુત છે.
ક્રેડીટ નાં નામે દેવુ વેચવાની અને બચત ને બદલે ખર્ચવાની તાકાત વધારનાર પધ્ધતિ જ્યારે પણ લપડાક મારે છે તે કળતર ભોગવી ચુકેલા મા બાપ તેમના સંતાનોની ચિંતા કરતા આ મુક્તકમાં કહે છે ભલે તુ મને અને આખુ વિશ્વ કહે કે તમે તેમની ચીંતા ના કરો તો પણ ભાઇ મારા મારુ તુ સર્જન એને હું ઉત્સર્જન માની કેમ ભુલી જાઉં.તુ દુઃખ આવશે ત્યારે જે પીડાઓથી પીડાઇશ તે ચીંતા નુ વન
તમે ચીંતાના કરો તેમ કહેવાથીશમતુ નથી જેમ શાહમૃગ રણમાં આવતા તોફાનો ને જોઇ આંખ મીંચી દે તેથી તે તોફાન આવતુ નથી તેવુ થતુ નથી.આ થીણધ્ધી* નિંદ્રા છે જાગશે ત્યારે બહુજ વેદના થવાની છે તે ચિંતા ના ભાવો અને કશુ ન કરી શકવાની વ્યગ્રતા પ્રસ્તુત છે. 
*ઉંડી ઉંઘ કે જેમા શરીર કાર્યાન્વીત હોય પણ ખબર ન હોય કે તે શું કરે છે અને જાગે ત્યારે તે કામનો થાક વર્તાય.
17. બસ દુર્દશાનો એટલો આભાર હોય છે
    જેને મળુ છુ મુજથી સમજદાર હોય છે
    ઝંખે કોણ મિલનને જો એની મજા કહુ !
    તારો જે દુરદુર થી આવકાર હોય છે
    ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર
    દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે
    દાવો અલગ છે પ્રેમ નો દુનિયાની રીતથી
    એ ચુપ રહે છે જેને અધિકાર હોય છે

મરીઝ જ્યારે પણ કંઇક લખે છે તે આટલુ ચોટદાર કેવી રીતે હોય છે તે વાત અહીં મર્મ સ્વરુપે છેલ્લા શેરમાં દેખાય છે.
 દાવો અલગ છે પ્રેમ નો દુનિયાની રીતથી,
એ ચુપ રહે છે જેને અધિકાર હોય છે.
મહદ અંશે આ વાત એમ જ કહેવાય કે જ્યારે પ્રીત ચુપ હોય છે ત્યાં સુધી દર્દ સ્વરુપે ઘણુ સહન થઇ ચુકાયુ હોય છે. મનની વાત જે રીતે કહેવાઇ હોય તે રીતે ના લેવાઇ હોય. અર્થઘટન બદલાઇ ગયુ હોય,સમજના નામે ગેરસમજ થઇ હોય જેવી કેટલીય બાબતો મનને કોરતી હોય અને તેથીજ આખી દુનિયા-અરે એવુ તો હોય? ના તેં આ ભુલ કરી જેવી વાતો કરે છે અને શાયરનાં મુખેથી પહેલો વિશ્વવિખ્યાત શેર નીકળે છે
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે
જેને મળુ છુ મુજથી સમજદાર હોય છે
જો કે મિલનની મઝા અંગે કોઇને કહેવાની જરુર નથી છતા મોઘમ રીતે કહી દે છે પ્રિય પાત્રનાં પહેલી નજર પર સ્ફુરેલ આવકાર સુચક સ્મિત સર્વ શ્રેષ્ઠ હોય છે.આ મઝા માટે તો સાત સમુદ્ર ઓળંગીને પણ પ્રિયાને મળવા જવુ હોયતો તે સાર્થક છે. પણ આ ચેષ્ટાને જમાનો તો દીવાનગી કહેશે, ટોળે વળી દીવાનગીને ચર્ચાનાં ચાકળે ચઢાવશે ત્યારે બદનામ થતી પ્રેમની રીતની ફરિયાદ પણ બન્ને પ્રેમી સમાજનાં બહેરા કાને લાવશે નહી. તે પ્રેમીઓની કથા છે જમાનાની ચર્ચાઓનો ચાકળો નહીં.

No comments:

Post a Comment